મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ભીમગુડામાં ખાણ ખનીજ વિભાગે કરોડોનો મુદ્દામાલ જપ્ત કર્યો

સોર્સ: gstv

મોરબીમાં ખાણ ખનીજ વિભાગ પર હુમલા બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. વાંકાનેરના ભીમગુડા વિસ્તારમાં ગેરકાયદે ખનન સામે દરોડા પાડવામાં આવ્યા છે. ખાણ ખનીજ વિભાગની ટીમે ફાયરક્લે અને સેન્ડસ્ટોન ખનીજના ગેરકાયદે ખાણકામનો પર્દાફાશ કર્યો છે. દરોડા દરમિયાન હિટાચી મશીન અને બે ટ્રેક્ટર સહિત કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે માપણી સહિતની કાર્યવાહી હાથ ધરાઈ છે અને જવાબદારો સામે ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો