મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ડીસા ભીલડીથી દેશના 9.34 કરોડ ખેડૂત પરિવારોને 18,680 કરોડની મળશે સહાય

સોર્સ: gstv

બનાસકાંઠાના ડીસા ભીલડીમાં 30 ઓક્ટોબરે રાષ્ટ્રીય કક્ષાના પીએમ કિસાન ઉત્સવ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પીએમ મોદી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો જાહેર કરશે. આ હપ્તા હેઠળ દેશના 9.34 કરોડથી વધુ ખેડૂત પરિવારોને કુલ 18 હજાર 680 કરોડ રૂપિયાથી વધુની સહાય મળશે, જ્યારે ગુજરાતના 52.33 લાખથી વધુ ખેડૂત પરિવારોને 1 હજાર 51 કરોડ રૂપિયાથી વધુની રકમ મળશે. કાર્યક્રમમાં 328.77 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ પણ કરવામાં આવશે. આ ઉપરાંત બનાસ ડેરીના નવા પ્રોજેક્ટ્સનું ઈ-લોકાર્પણ, થરાદ અને રાધનપુરમાં કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટનું ભૂમિપૂજન તેમજ રાજ્યભરમાં ખેડૂતોને વિવિધ યોજનાના મંજૂરીપત્રોનું વિતરણ કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો