મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: અમિત ખૂંટ આપઘાત કેસ: રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમકોર્ટ માંથી મોટી રાહત

સોર્સ: gstv

ગોંડલના રીબડા ગામે બહુચર્ચિત અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં મહત્વના સમાચાર સામે આવ્યા છે. આ કેસમાં આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાને ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા જેને ફરિયાદી પક્ષે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યા હતા. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના ચુકાદાને માન્ય રાખતા ફરિયાદી પક્ષની અરજી ફગાવી દીધી છે. આ નિર્ણયથી અનિરુદ્ધસિંહને આ કેસમાં મોટી રાહત મળી છે. જોકે, આ રાહત છતાં અનિરુદ્ધસિંહ જાડેજા જેલમાંથી બહાર આવી શકશે નહીં. પૂર્વ ધારાસભ્ય પોપટ લાખા સોરઠિયા હત્યા કેસમાં તેમને હજુ પણ જેલવાસ ભોગવવો પડશે.

આ સમાચાર શેર કરો