મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: અમદાવાદમાં BRTS કોરિડોર હટાવવાની વિચારણા, ટ્રાફિક ઘટાડવા AMC દ્વારા સર્વેની તૈયારી

સોર્સ: gstv

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા BRTS કોરિડોર હટાવવાની વિચારણા હાથ ધરવામાં આવી છે. ભૂયંગદેવ ચાર રસ્તા પાસે BRTS કોરિડોર હટાવવા નારણપુરાના ધારાસભ્ય જીતેન્દ્ર પટેલ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. ધારાસભ્યના જણાવ્યા મુજબ, BRTS કોરિડોરના કારણે મુખ્ય રસ્તાઓ સાંકડા થઈ રહ્યા છે અને વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે. આ રજૂઆત બાદ સંબંધિત વિસ્તારમાં સર્વે કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સર્વેના તારણોના આધારે BRTS કોરિડોર હટાવવા અંગે આગળનો નિર્ણય લેવામાં આવશે. શહેરમાં વધતી ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા તંત્ર દ્વારા આ વિકલ્પ પર વિચારણા કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો