મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: દેવગઢ બારીયામાં ગેરકાયદેસર સફેદ પથ્થરનું ખનન ઝડપાયું, જેસીબી અને ત્રણ ટ્રક સીઝ કરાતા ફફડાટ

સોર્સ: gstv

દેવગઢ બારીયા તાલુકાના અસાયડી ગામે સીમ વિસ્તારમાં ચાલતા સફેદ પથ્થરના મોટાપાયે ગેરકાયદેસર ખનન પર મામલતદારે લાલ આંખ કરીને સરપ્રાઈઝ રેડ પાડી છે. ગુપ્ત બાતમીના આધારે કરવામાં આવેલી આ દરોડાની કાર્યવાહી દરમિયાન જેસીબી મશીન દ્વારા આડેધડ થઈ રહેલું ગેરકાયદે ખનન રંગેહાથ ઝડપાઈ ગયું હતું. મામલતદારની ટીમે સ્થળ પરથી ખનનમાં વપરાતું એક જેસીબી અને સફેદ પથ્થરોથી ભરેલી ત્રણ ટ્રકો જપ્ત કરી તાત્કાલિક ખનીજ વિભાગને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલા ખનીજ વિભાગે તમામ વાહનો અને મુદ્દામાલ સીઝ કરીને પિપલોદ ઘનશ્યામ સ્ટોકયાર્ડ ખાતે ખસેડી કાયદેસરની દંડાત્મક કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો