મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: લીંબડી પોલીસે ગેરકાયદેસર જ્વલનશીલ પ્રવાહીનું રેકેટ ઝડપી પાડ્યું, ૩૭.૫૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

સોર્સ: gstv

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ડિવિઝન પોલીસે ગેરકાયદેસર જ્વલનશીલ પ્રવાહીના વેચાણ સામે મોટી કાર્યવાહી હાથ ધરીને કુખ્યાત રેકેટનો પર્દાફાશ કર્યો છે. પાણશીણા પોલીસ સ્ટેશનની હદમાં આવતા કટારીયા ગામ પાસેથી રૂપિયા ૧૦ લાખની કિંમતનું શંકાસ્પદ કાળા રંગનું જ્વલનશીલ પ્રવાહી ભરેલું ટેન્કર સીલ કરવામાં આવ્યું હતું. આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતા મુળી પોલીસ સ્ટેશનના કુકડા ગામે આવેલી મારુતિ બાયો ફ્યુઅલ કંપનીનું કનેક્શન ખુલતા પોલીસ દ્વારા ત્યાં તાત્કાલિક રેડ પાડવામાં આવી હતી. સ્થળ પરથી કંપનીના માલિક શક્તિસિંહ પરમારને ઝડપી લેવા સાથે ૭ હજાર ૫૦૦ લીટર શંકાસ્પદ ઓઈલ સ્ટોરેજ ટેન્ક, લોખંડનો ટાંકો, પિકઅપ બોલેરો અને ફ્યુઅલ નોઝલ પંપ સહિત 37 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

આ સમાચાર શેર કરો