મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: રાજકોટમાં દિવાળી પર્વ નિમિત્તે પોલીસની ફ્લેગ માર્ચ

સોર્સ: gstv

રાજકોટમાં દિવાળીના તહેવારને લઈને પોલીસ તંત્ર તદ્દન એક્શન મોડમાં આવી ગયું છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ જળવાઈ રહે તથા નાગરિકો નિર્ભય અને શાંતિપૂર્ણ માહોલમાં પર્વની ઉજવણી કરી શકે તે હેતુથી ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઈની આગેવાનીમાં વિશાળ પોલીસ કાફલા સાથે શહેરના મુખ્ય માર્ગો પર ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. આ ફ્લેગ માર્ચ થકી પોલીસ વિભાગે સુરક્ષા વ્યવસ્થાને લઈને પોતાની સંપૂર્ણ સજ્જતા અને કટિબદ્ધતા દર્શાવી હતી. દિવાળીના તહેવારો દરમિયાન કોઈ અણબનાવ ન બને તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. ફ્લેગ માર્ચના માધ્યમથી અસામાજિક તત્વોને કાયદો અને વ્યવસ્થા હાથમાં ન લેવા માટે સ્પષ્ટ અને કડક સંદેશ પાઠવવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો