Video: પાટડીમાં નગરપાલિકા સભ્યના પુત્રની પોલીસ સાથે બબાલ

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં નગરપાલિકાના મહિલા સભ્યનાં રેતી ભરેલાં ટ્રેક્ટર જપ્ત કરાતાં વિવાદ સર્જાયો છે. પાટડી પોલીસે ગેરકાયદેસર રેતી ભરેલાં ત્રણ ટ્રેક્ટર જપ્ત કર્યાં હતાં. આ કાર્યવાહી દરમિયાન એક શખ્સએ દારૂના નશામાં પોલીસ સાથે બોલાચાલી કરી હોવાનો આક્ષેપ કર્યો છે. પોલીસ સાથેની રકઝક અને હોબાળાની સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે. આ ઘટના બાદ સ્થાનિક સ્તરે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસની કાર્યવાહી દરમિયાન થયેલી બોલાચાલીનો વીડિયો સામે આવતાં મામલો ચર્ચામાં આવ્યો છે. જોકે, આ ઘટનામાં પોલીસની કાર્યવાહી પર સૌની નજર ટકેલી છે.








