મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: અમદાવાદમાં પાણી સંકટ પર એએમસીનો દાવો

સોર્સ: gstv

પાણી સંકટના મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નર્મદા નિગમ સાથે યોજાયેલી બેઠક બાદ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વોટર કમિટીના ચેરમેન ધરમશી દેસાઈએ દાવો કર્યો છે કે અમદાવાદમાં પીવાના પાણીમાં ક્યારેય કાપ મૂકવામાં નહીં આવે અને હાલ પાણી કાપનું કોઈ જ આયોજન નથી. તેમણે જણાવ્યું કે હાલમાં શહેરમાં પ્રતિદિન ૧૭૦૦ એમએલડી પાણીનો જથ્થો પૂરો પાડવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, જો નર્મદા લાઈનમાં કોઈ રિપેરિંગ કામ નીકળશે, તો તે દિવાળીના તહેવાર બાદ હાથ ધરવામાં આવશે. આ નિર્ણયથી અમદાવાદીઓને મોટી રાહત મળી છે.

આ સમાચાર શેર કરો