મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સુરતમાં આરોગ્ય મંત્રીના હસ્તે બોગસ ડોક્ટરનું સન્માન થતા વિવાદ

સોર્સ: gstv

prafસુરતમાં સેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ આયોજિત 'વંદે આયુકોન ૩' કાર્યક્રમમાં એક બોગસ ડોક્ટરે આયોજકોને ગેરમાર્ગે દોરીને રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાના હસ્તે એવોર્ડ મેળવતા ભારે વિવાદ સર્જાયો છે. જે વ્યક્તિનું સન્માન કરાયું તેને અગાઉ નવસારી SOGએ નકલી ડોક્ટર તરીકે ઝડપ્યો હતો, અને મંત્રી સાથેના તેના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચર્ચા જાગી છે. આ ઘટનાને પગલે ૫૭થી વધુ ડિગ્રીધારી આયુર્વેદિક તબીબોએ સહીઓ કરીને દિલ્હી સ્થિત 'નેશનલ કમિશન ફોર ઈન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન'માં લેખિત ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ચેમ્બર ઓફ કોમર્સ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાના આયુર્વેદને પ્રોત્સાહન આપતા કાર્યક્રમમાં કોઈ બદમાશે ગેરમાર્ગે દોરીને સન્માન મેળવી લીધું છે.

આ સમાચાર શેર કરો