Video: અમદાવાદના રાજપથ- રંગોળી રોડ પર અર્બન ચોકમાં ફૂડઝોનમાં આગ ભભૂકી ઉઠતા અફરા તફરીનો માહોલ છવાયો..

અમદાવાદના રાજપથ રંગોળી રોડ પર આવેલા અર્બન ચોકમાં કડવા ચોથના તહેવાર ટાણે ત્રણથી ચાર ફૂડ સ્ટોલમાં અચાનક આગ લાગી હતી., જ્યાં કરવા ચોથના વ્રતને કારણે ખરીદી અને ખાણીપીણી માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ ભીડભાડ વચ્ચે અચાનક અર્બન ચોક ખાતે આવેલા ત્રણથી ચાર જેટલા ફૂડ સ્ટોલમાં આગ ભભૂકી ઉઠતા ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને યુદ્ધના ધોરણે આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી.








