Video: પંચમહાલના ઘોઘમ્બામાં માટીના કોડિયા સામે અનાજની પરંપરા અકબંધ

આજના આધુનિક યુગમાં શહેરોમાં દિવાળી પર રંગબેરંગી સિરીઝ અને મીણબત્તીઓનો ક્રેઝ વધ્યો છે, ત્યારે પંચમહાલના ઘોઘમ્બાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ પેઢીઓ જૂની માટીના કોડિયાની પરંપરા જીવંત છે. દિવાળીના અઠવાડિયા પહેલા કુંભાર સમાજના લોકો ગામડે-ગામડે જઈ દરેક ઘરે શુકનના ૧૧ માટીના કોડિયા પહોંચાડે છે. આશ્ચર્યની વાત એ છે કે કોડિયા આપતી વખતે કોઈ રોકડ રકમ લેવામાં આવતી નથી. પરંતુ, દિવાળી પૂરી થયા બાદ મહેનતાણા તરીકે મુઠ્ઠીભર અનાજ સ્વીકારવામાં આવે છે. છેલ્લા ૪૦-૫૦ વર્ષોથી વડીલોની આ બાર્ટર સિસ્ટમ પરંપરાને કુંભાર સમાજે આજે પણ જાળવી રાખી છે. સંસ્કૃતિ અને સદભાવનાનો આ અનોખો સંગમ ગ્રામીણ ભારતના પ્રતિક સમાન છે.







