મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: વિદ્યાર્થીઓના રોડ સેફ્ટીથી સાયબર સેફ્ટી માટે સારથી સુરક્ષા સંકલ્પ અભિયાન, શાળામાં ફરિયાદ નિવારણ માટે સંવેદના પેટી

સોર્સ: gstv

અમદાવાદમાં 'સુરક્ષિત શાળા, સુરક્ષિત બાળપણ'ના સંદેશ સાથે વિદ્યાર્થીઓની સલામતી માટે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા 'સારથી સુરક્ષા સંકલ્પ' નવી પહેલનું લોન્ચિંગ કરવામાં આવ્યું. આ અભિયાન અંતર્ગત દરેક શાળામાં 'સંવેદના પેટી' મૂકવામાં આવશે, જેમાં બાળકો પોતાની સેફ્ટીને લગતી સમસ્યાઓ અને ફરિયાદો મૂકી શકશે તેમજ વિવિધ એક્સપર્ટ્સ દ્વારા તેમને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. 'સારથી સુરક્ષા સંકલ્પ' હેઠળ ટ્રાફિક, ફૂડ સેફ્ટી,થી લઈને સાયબર વિભાગને સાથે ૯ અલગ-અલગ મુદ્દાઓ પર જાગૃતિ ફેલાવાશે. આ ઉપરાંત ડોગ બાઈટ અંગે પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરવામાં આવશે અને તેમની સમસ્યાઓના નિવારણ માટે વિશેષ વોટ્સએપ હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે.deo ahmedabaddeo ahmedabadstudenr

આ સમાચાર શેર કરો