Video: અમદાવાદમાં પાણીની સમસ્યા ટાળવા AMCની કવાયત

રાજ્યમાં ઓછા વરસાદને પગલે પાણીની સમસ્યાની આશંકા વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીના વૈકલ્પિક સ્ત્રોત ઊભા કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે. શહેરના ચાર ઝોનમાં કુલ 12 નવા બોરવેલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના માટે અંદાજે 3.99 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. પ્રસ્તાવિત બોરવેલ આશરે 310 મીટર ઊંડા બનાવવામાં આવશે. ઉનાળામાં અથવા પાણીની ઉપલબ્ધતા ઘટે ત્યારે નાગરિકોને મુશ્કેલી ન પડે અને પાણી પુરવઠાની વ્યવસ્થા મજબૂત બને તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે. જોકે, આ અંગેની દરખાસ્ત હાલ AMCની વોટર કમિટીમાં મંજૂરી માટે મૂકવામાં આવી છે અને મંજૂરી મળ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.







