મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: અમદાવાદમાં ધમકીભર્યા ઈમેઇલ પાછળ આંતરરાષ્ટ્રીય નેટવર્કની તપાસ

સોર્સ: gstv

અમદાવાદમાં બોમ્બની ધમકીભર્યા ઈમેઇલ મામલે સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાયો છે. પ્રાથમિક તપાસમાં એક જ ઈમેઇલ આઈડીથી શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને મહત્ત્વનાં સ્થળોને ધમકીભર્યા ઈમેઇલ મોકલવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. તપાસમાં બાંગ્લાદેશના રંગપુરથી ઈમેઇલ એકાઉન્ટ મેળવી પાકિસ્તાનમાં વેચવામાં આવતાં હોવાની આશંકા સામે આવી છે, જ્યારે અગાઉના સમાન કેસમાં પશ્ચિમ બંગાળમાંથી એક આરોપી પકડાયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, બિનઉપયોગી જીમેઇલ એકાઉન્ટ વેચવાના બદલામાં ક્રિપ્ટોકરન્સીથી નાણાં મેળવવામાં આવતા હોવાનો પણ ખુલાસો થયો છે.

આ સમાચાર શેર કરો