મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ગિરનાર લીલી પરિક્રમામાં લાખો યાત્રિકો માટે પાણીની વ્યવસ્થા મોટો પડકાર

સોર્સ: gstv

જૂનાગઢમાં ગિરનાર લીલી પરિક્રમાના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીની અધ્યક્ષતામાં ખાસ બેઠક યોજાઈ હતી. લાખો શ્રદ્ધાળુઓ ઉમટવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને સાધુ-સંતો, ઉતારા મંડળના પ્રતિનિધિઓ અને વિવિધ વિભાગોના અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે ઓછા વરસાદને કારણે પીવાના પાણીની સમસ્યા ઊભી થવાની શક્યતા હોવાથી તંત્ર દ્વારા ખાસ બોરવેલ અને પાણીના ટાંકા મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે. કલેક્ટર યોગેશ ચૌધરીએ પાણીની સમસ્યા અને મુશ્કેલ માર્ગોને ધ્યાનમાં રાખીને વૃદ્ધો તથા નાનાં બાળકોને પરિક્રમામાં ન આવવા અપીલ કરી છે.

આ સમાચાર શેર કરો