મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: વડોદરા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની કોંગ્રેસની માંગ

સોર્સ: gstv

નબળા ચોમાસાને કારણે ખેડૂતોને થયેલા નુકસાનનો મુદ્દો ઉઠાવી ડભોઇ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ડભોઇ સેવાસદન ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા હોવા છતાં વડોદરા જિલ્લાનો સમાવેશ ન થતાં કોંગ્રેસે મુખ્યમંત્રીને સંબોધિત આવેદનપત્ર ડેપ્યુટી કલેક્ટરને સુપરત કર્યું હતું. કોંગ્રેસના જણાવ્યા અનુસાર, વડોદરા જિલ્લા અને ડભોઇ તાલુકામાં ચોમાસા દરમિયાન માત્ર 20થી 30 ટકા વરસાદ નોંધાતાં ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. તેમ છતાં સહાયની યાદીમાં જિલ્લાનો સમાવેશ ન કરાતાં ખેડૂતો સાથે ભેદભાવ થતો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસે પડોશી રાજ્યમાં ખેડૂતોને બે-બે લાખ રૂપિયાની સહાય અપાતી હોવાનો ઉલ્લેખ કરીને ગુજરાત સરકારના વલણ સામે સવાલ ઉઠાવ્યા છે. સાથે જ સરકાર ખેડૂતોના હિતમાં તાત્કાલિક નિર્ણય લઈ વડોદરા જિલ્લાને સહાયમાં સમાવવા માંગ કરી છે.

આ સમાચાર શેર કરો