મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: અમદાવાદ: ૧૭ વર્ષ જૂના લૂંટ કેસમાં મેટ્રો કોર્ટનો ચુકાદો, બે આરોપીઓને ૫-૫ વર્ષની સખત કેદ અને દંડ

સોર્સ: gstv

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં ૧૧ ઓક્ટોબર, ૨૦૦૯ના રોજ બનેલી લૂંટની ઘટનામાં ૧૭ વર્ષ બાદ ન્યાય મળ્યો છે. રાધાસ્વામી મંદિરેથી દર્શન કરીને પતિ સાથે ઘરે પરત ફરી રહેલી મહિલાના ગળામાંથી બાઇક પર આવેલા બે શખસોએ દોઢ તોલાનો સોનાનો દોરો ઝૂંટવી લીધો હતો. મહિલાએ બૂમાબૂમ કરતાં સ્થાનિક લોકોએ બંને આરોપીઓ ભાવિક દરજી અને શૈલેષકુમાર પરમારને પકડી પોલીસને સોંપ્યા હતા. આ કેસમાં સરકારી વકીલ કલ્પેશ પી. પાઠકની ધારદાર દલીલો, ૯ સાહેદોની જુબાની અને પ દસ્તાવેજી પુરાવા ધ્યાને લઈ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એન. એન. રાવલે બંને આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. સમાજમાં કાયદાનો ડર રહે તે માટે કોર્ટે બંને આરોપીઓને ૫-૫ વર્ષની સખત કેદની સજા અને રૂ. ૧૦-૧૦ હજારનો દંડ ફટકાર્યો છે.

આ સમાચાર શેર કરો