Video: દિવાળી નજીક પણ ફટાકડામાં ભાવ વધારો અને ખરીદીમાં ઠંડક

દિવાળી નજીક છે પણ ફટાકટા બજારમાં ઠંડકનો માહોલ છે. વેપારીઓ અનુસાર આ વર્ષે અમદાવાદની ફટાકડા ફેક્ટરીમાં લાગેલી આગના કારણે સ્થાનિક ફેક્ટરીઓ સીલ કરી દેવામાં આવી છે. જેના લીધે દેશના મુખ્ય હબ ગણાતા શિવકાશીથી થતી ખરીદીમાં ૨૫થી ૩૦ ટકાનો વધારો થયો છે. ભાવ વધવાના કારણે ગ્રાહકોમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે. દિવાળીમાં હવે ૧૦ થી ૧૫ દિવસ જ બાકી છે, છતાં હજુ સુધી બજારમાં દર વર્ષ જેવો ઉત્સાહ કે માહોલ દેખાતો નથી. મોંઘવારીના કારણે લોકો ફટાકડા મોંઘા હોવાનું અનુભવી રહ્યા છે. ફટાકડાના ભાવમાં ૨૫ થી ૩૦ ટકાનો વધારો થતા આ વર્ષે ગ્રાહકો ખરીદી કરતા અચકાઈ રહ્યા છે.







