મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: વડોદરામાં મુખ્યમંત્રીની રેલી પહેલા ભાજપ વિરુદ્ધ પોસ્ટર લાગતા ચર્ચા

સોર્સ: gstv

વડોદરા શહેરમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાનારી પદયાત્રા પહેલા જ ભાજપ વિરુદ્ધના પોસ્ટરો વાયરલ થતાં રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. મુખ્યમંત્રીની રેલીના આગલા દિવસે જ શહેરના વાસણા વિસ્તારમાં ‘ભાજપ સુધારો, લોકતંત્ર બચાવો’ લખેલાં પોસ્ટરો જોવા મળ્યા હતા, જે ક્રાંતિકારી સેના દ્વારા લગાવવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ખાસ વાત એ છે કે આ પોસ્ટરોમાં ‘એન્ટી બીજેપી, પ્રો મોદી’ જેવા સૂત્રોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેના કારણે સ્થાનિક કોર્પોરેટરો અને સંગઠન સામેની નારાજગી ખુલીને સામે આવી છે. અગાઉ મ્યુનિસિપાલિટી ચૂંટણી ટાણે પણ આ જ વિસ્તારમાં ભાજપ વિરુદ્ધ વિરોધના સૂર ઊઠ્યા હતા, ત્યારે આજના મુખ્યમંત્રીના કાર્યક્રમ અગાઉ લાગેલા આ પોસ્ટરોએ રાજકીય ગલિયારોમાં ભારે ચકચાર મચાવી દીધી છે.

આ સમાચાર શેર કરો