Video: મહિલા એડવોકેટની કાર સળગાવનાર આરોપી ઝડપાયો

મોરબીમાં મહિલા એડવોકેટની કાર સળગાવવાના મામલે પોલીસે શિખર ગોહેલ નામના યુવકની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, કારમાં લાગેલા સેન્સરને કારણે વારંવાર સાયરન વાગતું હોવાથી કંટાળીને કાર સળગાવી દીધી હોવાની આરોપીએ કબૂલાત આપી છે. આ ઘટના સામે આવ્યા બાદ મોરબી બાર એસોસિયેશને મહત્વનો નિર્ણય લીધો છે. મોરબી જિલ્લા વકીલ મંડળે આરોપીનો કેસ કોઈ વકીલ નહીં લડે તેવો ઠરાવ કર્યો છે. વકીલ મંડળે મહિલા વકીલની કાર સળગાવવાના બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢી વિરોધ નોંધાવ્યો છે. હવે આ મામલે પોલીસની આગળની કાર્યવાહી પર સૌની નજર છે.








