Video: રાજકોટમાં હાઇકોર્ટ બેન્ચ મુદ્દે આંદોલનની ચીમકી

રાજકોટમાં હાઇકોર્ટ બેન્ચની સ્થાપના મુદ્દે શાસક ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) આમને સામને આવી ગયા છે. નરેન્દ્ર સિંહ જાડેજાએ જણાવ્યું કે, ભાજપે વિધાનસભા ચૂંટણી દરમિયાન સૌરાષ્ટ્રને હાઇકોર્ટ બેન્ચ આપવાનું વચન આપ્યું હતું, પરંતુ હવે સરકાર તેને ભૂલી ગઈ છે. ચૂંટણી બાદ આ મામલે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. આ મુદ્દે વકીલ મંડળો ટૂંક સમયમાં રાજ્ય સરકાર અને વડાપ્રધાનની મુલાકાત લેશે. જો યોગ્ય ખાતરી નહીં મળે, તો ૩૦ નવેમ્બરથી ઉગ્ર આંદોલન કરવાની સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે.







