Video: મોરબીના ધુનડામાં સરકારી જમીન પર બુલડોઝર ફેરવાયું

રાજ્યમાં સરકારી જમીનો પરથી ગેરકાયદેસર દબાણો દૂર કરવાના સરકારી આદેશ બાદ મોરબી તાલુકા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ધુનડા ગામે સર્વે નંબર ૮૦૧ પૈકીની સરકારી ખરાબાની આશરે ૨૦ વીઘા જમીન પર દબાણ સાબિત થતાં મામલતદારના હુકમથી બુલડોઝર ફેરવી દેવાયું હતું. ગણેશ પટાડિયા અને નાગજી પટાડિયા સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી. જોકે, આ કામગીરી બાદ સ્થાનિકોમાં અસંતોષ જોવા મળ્યો છે. વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ સહિતના અન્ય મોટા દબાણો હજુ પણ યથાવત હોવાના આક્ષેપ સાથે માત્ર નાના માણસો સામે જ કાર્યવાહી કેમ, તેવા સવાલો ઉઠાવી તમામ દબાણો સામે સમાન કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.








