Video: માળિયા હાટીના તાલુકાના દેવગામના ગ્રામજનોની પાણી બંધ કરવાની માંગ

જૂનાગઢના માળિયા હાટીના તાલુકાના દેવગામ ખાતે આવેલા આંબાકુઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતાં ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, ઓછા વરસાદને કારણે ડેમમાં હાલ માત્ર 10થી 15 ટકા જેટલો જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં ડેમમાંથી પાણી છોડવામાં આવતાં સ્થાનિક લોકોની પીવાના પાણીની ચિંતા વધી છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે ગ્રામ પંચાયતની મંજૂરી વિના ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે અને તાત્કાલિક પાણી છોડવાનું બંધ કરવાની માંગ કરી છે. ગીરનું જંગલ નજીક હોવાથી વન્યજીવો પણ આ ડેમના પાણી પર નિર્ભર હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે માટે પાણી છોડવાનું તાત્કાલિક બંધ કરવાની ઉગ્ર માંગ ઉઠી છે.








