Video: ખેડૂતોની કપાસ ભરેલી ગાડીઓ રોકતાં અધિકારીને સાંસદ ભરત સુતરીયાએ ઠપકો આપ્યો

અમરેલીના સાંસદ ભરત સુતરીયા ખેડૂતોની વહારે આવ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. લાઠી ખાતે સ્વદેશી મેળાના ઉદ્ઘાટન પ્રસંગે સાંસદ મોબાઇલ ફોન પર અધિકારીને કપાસ ભરેલી ગાડીઓ રોકવા મુદ્દે તતડાવતા નજરે પડ્યા હતા. ખેડૂતોની કપાસ ભરેલી ગાડીઓ ઉપરાંત સુરતથી આવતા વાહનો રોકવામાં આવતા હોવાની રજૂઆતને લઈને તેમણે અધિકારી સાથે વાત કરી હતી. આ દરમિયાન સાંસદનો આક્રમક અંદાજ જોવા મળ્યો હતો. ખેડૂતોને પડતી મુશ્કેલીના મુદ્દે સાંસદે અધિકારી સમક્ષ નારાજગી વ્યક્ત કરતાં આ ઘટનાની ચર્ચા શરૂ થઈ છે.








