Video: ભાવનગરમાં જૂની અદાવતમાં યુવક પર હુમલો

ભાવનગર શહેરમાં જૂની અદાવત અને બોલાચાલીની બાબતને લઈને સંજય ગોહિલ નામના યુવક પર હુમલાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, કેટલાક શખ્સોએ યુવકનું અપહરણ કરીને તેને કુંભારવાડા અને સુભાષનગર સહિતના અલગ-અલગ વિસ્તારોમાં લઈ ગયા હતા. ત્યાં આરોપીઓએ ધોકા, છરી અને અન્ય ધારદાર હથિયારોથી યુવક પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા સંજય ગોહિલને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.








