Video: જેતપુર માર્કેટ યાર્ડમાં વરસાદથી મગફળીનો જથ્થો પલળ્યો

જેતપુર માર્કેટ યાર્ડમાં કમોસમી વરસાદ આફત બનીને ત્રાટક્યો હતો. હવામાન વિભાગની સ્પષ્ટ આગાહી હોવા છતાં યાર્ડના ખુલ્લા મેદાનમાં મગફળીનો વિપુલ જથ્થો ઉતારી દેવામાં આવતા ખેડૂતો અને વેપારીઓમાં ઘેરી ચિંતા અને રોષનો માહોલ ફેલાયો છે. અચાનક વરસાદ પડવાથી ખુલ્લામાં પડેલી મગફળી પલળી જતાં લાખો રૂપિયાનું નુકસાન થવાની આશંકા છે. આ મામલે સફાળા જાગેલા યાર્ડના સત્તાધીશો દ્વારા લૂલો બચાવ કરવામાં આવ્યો છે. જેતપુર એપીએમસીના ચેરમેન જમનભાઈ ભુવાએ દાવો કર્યો હતો કે આગાહીને પગલે અગમચેતીરૂપે મગફળીની તમામ આવક અગાઉથી બંધ કરાઈ હતી. જોકે, જો આવક બંધ હતી તો યાર્ડના મેદાનમાં આટલો મોટો જથ્થો કેમ પડ્યો હતો તેવા સવાલ ઉઠી રહ્યા છે.








