મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: પંચમહાલ: તહેવારો પહેલાં ગોધરામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, ₹૫૭,૨૦૦નો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરાયો

સોર્સ: gstv

આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં ફૂડ સેફ્ટી વિભાગે દરોડા પાડી મોટી કાર્યવાહી કરી છે. ગોધરાના ડૉ. ગિધવાણી રોડ પર આવેલી 'કિશોરકુમાર થાવરદાસ હેમનાની' નામની વેપારી પેઢીમાં ફૂડ સેફ્ટી ટીમે અચાનક તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન સ્થળ પરથી રૂપિયા ૫૭,૨૦૦ની કિંમતનો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. ટીમે ઘીના ૩ શંકાસ્પદ સેમ્પલ લઈને પૃથ્થકરણ અર્થે સરકારી લેબોરેટરીમાં મોકલી આપ્યા છે, અને રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે, દિવાળી સહિતના તહેવારોમાં મીઠાઈ, નમકીન, ઘી, તેલ અને દૂધની બનાવટોમાં થતી ભેળસેળ અટકાવવા માટે ફૂડ વિભાગ દ્વારા વિશેષ તપાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. તંત્રની આ સરપ્રાઇઝ કાર્યવાહીથી ખાદ્ય પદાર્થોના વેપારીઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

આ સમાચાર શેર કરો