Video: ગુજરાતમાં આગામી ૨૯ થી ૩૧ ઓક્ટોબરે વરસાદની આગાહી

ગુજરાતમાં હવામાન અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, લેન્ડફોલ પ્રક્રિયા બાદ સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાંથી નબળી પડી ગઈ છે અને ગુજરાત પર તેનો કોઈ સીધો મોટો પ્રભાવ નહીં રહે. જોકે, આગામી ૨૯, ૩0 અને ૩૧ ઓક્ટોબર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જે અંતર્ગત ૨૯ અને ૩૦ ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ, તાપી તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ વરસી શકે છે. જ્યારે 30અને ૩૧ ઓક્ટોબરે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ, અમદાવાદમાં આગામી ૨૪ કલાક હવામાન શુષ્ક રહેશે અને મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રી આસપાસ રહેવાની સાથે આગામી દિવસોમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાઈ શકે છે.








