મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: રાજસ્થાનમાં પાણીની અછતથી ઈસબગૂલના ભાવમાં મોટો ઉછાળો નોંધાયો

સોર્સ: gstv

ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના મુખ્ય પાક ગણાતા ઈસબગૂલમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. રાજસ્થાનમાં સર્જાયેલી પાણીની અછતને પગલે આગામી સિઝનમાં ઉત્પાદન ઘટવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ઈસબગૂલના ભાવ આસમાને પહોંચ્યા છે. ગત વર્ષે મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે જે ભાવ ૨૨૦૦થી ૨૩૦૦ રૂપિયા સુધી ગગડી ગયા હતા, તે અત્યારે ઉછળીને ૩૦૦૦થી ૩૫૦૦ રૂપિયાની સપાટીએ પહોંચી ગયા છે. બજારમાં નવી માંગ નીકળતા અને આગામી દિવસોમાં નવા પાકની અછત વર્તાવવાની ભીતિને પગલે ઈસબગૂલના ભાવમાં હજુ પણ મોટો વધારો થાય તેવી શક્યતા છે, જેને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો