મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સુરેન્દ્રનગરમાં હોસ્પિટલના ગંદા પાણીથી વેપારીઓ પરેશાન

સોર્સ: gstv

સુરેન્દ્રનગરના મલ્હાર ચોક વિસ્તારમાં આવેલી જનની હોસ્પિટલમાંથી ગંદુ પાણી જાહેરમાં છોડવામાં આવતું હોવાના આક્ષેપ સાથે 50થી વધુ દુકાનદારોમાં રોષ ફેલાયો છે. વેપારીઓના જણાવ્યા મુજબ, હોસ્પિટલમાં ડિલિવરી દરમિયાન વપરાયેલું ગંદુ પાણી બહાર છોડાતાં કોમ્પ્લેક્સમાં દુર્ગંધ ફેલાઈ રહી છે. ગંદા પાણીના કારણે મચ્છર અને માખીઓનો ઉપદ્રવ વધતાં આસપાસના વેપારીઓના આરોગ્ય સામે જોખમ ઊભું થયું હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. વેપારીઓએ આ સમસ્યાને લઈને મહાનગરપાલિકામાં રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થઈ હોવાનો આક્ષેપ કર્યો છે. હોસ્પિટલના પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવા રજૂઆત કરવા ગયેલા વેપારીઓ સાથે ગેરવર્તન થયું હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. વેપારીઓએ તાત્કાલિક તપાસ કરી ગંદા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરાવવા અને જવાબદાર સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.

આ સમાચાર શેર કરો