Video: ભાવનગર: 'ઓપરેશન ગંગાજળ' હેઠળ સિહોર TDO મૌસમસિંહ રાવ બરતરફ, કોંગ્રેસે મીઠાઈ વહેંચી ઉજવણી કરી

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા વિકાસ અધિકારી મૌસમસિંહ બી. રાવ સામે ભ્રષ્ટાચાર અને ગેરરીતિની અનેક ફરિયાદો ઊઠી હતી. જેના પગલે રાજ્ય સરકાર દ્વારા 'ઓપરેશન ગંગાજળ' અંતર્ગત આકરી કાર્યવાહી કરીને TDO રાવને ફરજિયાત નિવૃત્તિ આપી નોકરીમાંથી ઘરભેગા કરી દેવામાં આવ્યા છે. TDO રાવ વિરુદ્ધ આવેલી ૩થી ૪ ગંભીર ફરિયાદોમાં તપાસ પૂર્ણ થયા બાદ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ સપાટો બોલાવવામાં આવ્યો છે. ભ્રષ્ટ અધિકારી સામે સરકારના આ કડક પગલાંને પગલે સ્થાનિક સ્તરે મોટો પડઘો પડ્યો છે અને સિહોર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખુશી વ્યક્ત કરતા મીઠાઈ વહેંચીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.








