Video: કચ્છને મળી વધુ એક અમૃત ભારત ટ્રેન

કચ્છ જિલ્લાવાસીઓ માટે એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે..કચ્છને અત્યાધુનિક અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ મળી છે. આ નવી ટ્રેન કચ્છથી સીધી બિહાર સુધી દોડાવવામાં આવશે. જે અંદાજે 2 હજાર પાંચસો બત્રીસ કિલોમીટર લાંબી રેલસેવા પૂરી પાડશે..જે કચ્છવાસીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. આગામી 30 ઓક્ટોબરથી પ્રારંભ થનારી આ ટ્રેનથી કચ્છમાંથી રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને બિહાર જતા પેસેન્જરોને મોટી સુવિધા રહેશે. આ રેલસેવા શરૂ થવાથી વેપારીઓ, ઉદ્યોગકારો, શ્રમિકો, વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોને સીધો લાભ મળશે ..તેનાથી ઉત્તર ભારત સાથે વેપારિક, ઔદ્યોગિક અને સામાજિક સંપર્ક વધુ મજબૂત બનશે. આ મહત્ત્વપૂર્ણ રેલવે કનેક્ટિવિટીનો વિસ્તાર કરવા બદલ કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ રેલવે મંત્રાલયની કામગીરીને બિરદાવી છે.








