મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ઉમરેચા ગામે વગર મંજૂરીએ મોટાપાયે વૃક્ષો કાપી નખાયા

સોર્સ: gstv

મહેસાણા જિલ્લાના સતલાસણાના તાલુકાના ઉમરેચા ગામે મોટી સંખ્યામાં વૃક્ષો કાપી નખાયા છે. અહીં કોઈપણ પ્રકારની મંજૂરી વગર બેફામ અને ગેરકાયદેસર વૃક્ષછેદન થવાથી ભારે ખળભળાટ મચી ગયો છે. સ્થાનિક જાગૃત નાગરિકે આ અંગે મામલતદાર, જિલ્લા કલેક્ટર તેમજ વનવિભાગને લેખિત રજૂઆત કરી છે..તેમ છતા સ્થળ પર હજુ પણ બેરોકટોક વૃક્ષો કાપવાની પ્રવૃત્તિ ચાલુ છે. એટલું જ નહીં, કપાયેલા વૃક્ષો અને તેના થડના પુરાવાઓનો નાશ કરીને સગેવગે કરવાનો કારસો રચાઈ રહ્યો હોવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. આ મામલે પુરાવાઓ નષ્ટ થાય તે પહેલાં વહેલી તકે તંત્ર દ્વારા સ્થળ પર પંચનામું કરવામાં આવે અને આ ગુનામાં સંડોવાયેલા જવાબદાર વૃક્ષ માફિયાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો