મુખ્ય સામગ્રી પર જાઓ

Video: સૌરાષ્ટ્રના ખેડૂતોની પડ્યા પર પાટુ સમાન સ્થિતિ

સોર્સ: gstv

રાજ્યના 19 તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ અમરેલીના વડિયા તાલુકામાં 1.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે જૂનાગઢના વિસાવદર, ભેંસાણ, રાજકોટના જેતપુર તાલુકામાં 1 ઇંચથી વધુ કમોસમી વરસાદ વરસ્યો છે. માવઠાની સૌથી વધુ અસર સૌરાષ્ટ્રના જિલ્લામાં જોવા મળી છે. જેમાં અમરેલીના ખાંભા ગીર, વડિયા સહિતના પંથકમાં વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. ખાંભામાં વીજળી પડવાથી એક મહિલાનું મોત નીપજ્યું છે. શિયાળની સિઝનમાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાતા ખેતીપાકોને નુકસાનીની ભીતિ વચ્ચે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. અમરેલીના ખાંભા ગીરના ડેડાણ, ચકરાવા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું થતાં કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાકને નુકસાન થવાની સંભાવના છે. કમોસમી વરસાદ દરમિયાન ખાંભાના સકરાવા ગામે ખેતરમાં વીજળી પડતાં એક મહિલાનું મોત પણ થયું હતુ.

આ સમાચાર શેર કરો