Video: વડોદરામાં ડોર ટુ ડોર કચરા કલેક્શનમાં ભ્રષ્ટાચાર: મુજમહુડા ડમ્પિંગ સાઇટ પરથી ભંગાર ખાનગી કબાડીને વેચાતો હોવાનો આક્ષેપ, લાલ ડાયરી વાયરલ

વડોદરા શહેરમાં ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરી શંકાના ઘેરામાં આવી છે. મુજમહુડા ડમ્પિંગ સાઇટ પર પાલિકાના કચરાના ટેમ્પામાંથી ખાનગી કબાડીના ટેમ્પામાં ભંગાર અને કચરાની લેવડદેવડ થતી હોવાનો પર્દાફાશ યુથ કોંગ્રેસે કર્યો છે. કોંગ્રેસના કાર્યકરોએ ઘટનાસ્થળે પહોંચીને આ કૌભાંડ ઝડપી પાડ્યું હતું અને ભંગારના હિસાબવાળી એક 'લાલ ડાયરી' પણ રજૂ કરી હતી. જો પ્લાસ્ટિક અને લોખંડ જેવા ભંગારનું યોગ્ય વેચાણ કરવામાં આવે તો મનપાને મોટી આવક થઈ શકે છે, પરંતુ કર્મચારીઓની કબાડીઓ સાથેની સાંઠગાંઠના કારણે મનપાની આવકને નુકસાન થઈ રહ્યું છે. હવે આ મામલે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું.








