મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: અંકલેશ્વરમાં પર્યાવરણીય લોકસુનાવણીમાં NCT પ્લાન્ટના વિસ્તરણનો વિરોધ

સોર્સ: gstv

અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલા નર્મદા ક્લીન ટેકના કોમન ફાઇનલ એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા 40 MLDથી વધારીને 70 MLD કરવાની દરખાસ્ત અંગે પર્યાવરણીય લોકસુનાવણી યોજાઈ હતી. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા યોજાયેલી આ સુનાવણીમાં ખેડૂતો, સ્થાનિકો અને પર્યાવરણપ્રેમીઓએ વિવિધ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. હાંસોટ પંથકમાં કંપનીની પાઇપલાઇનના કારણે થયેલા નુકસાનનું વળતર ખેડૂતોને હજુ સુધી ન મળ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. કંપનીની લાઇનમાં વારંવાર ભંગાણ થવાના કારણે પ્રદૂષણની સમસ્યા અંગે પણ રજૂઆતો કરવામાં આવી હતી. નર્મદા પ્રદૂષણ નિવારણ સમિતિના સેક્રેટરી જયેશ પટેલે જણાવ્યું હતું કે તેમણે વિસ્તરણ અંગે 48 ટેક્નિકલ મુદ્દાઓ રજૂ કર્યા છે, પરંતુ તેના જવાબ મળ્યા નથી. પ્લાન્ટમાં 900થી વધુ ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી ટ્રીટ કરવામાં આવતું હોવાનો ઉલ્લેખ કરી વેસ્ટના આંકડામાં વિસંગતતા હોવાનો આક્ષેપ પણ કરાયો હતો,

આ સમાચાર શેર કરો