Video:મનસુખ વસાવાએ ચૈતર વસાવાની જેલવાસની સ્થિતિને નાટક ગણાવતા પ્રવિણ રામનો પલટવાર

આદિવાસી નેતા ચેતર વસાવાના સમર્થનમાં છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે 'આદિવાસી ન્યાય યાત્રા' પહોંચી હતી. આ પ્રસંગે પ્રદેશ કિસાન મોરચા પ્રમુખ પ્રવીણ રામે ભાજપ સરકાર અને તેના નેતાઓ સામે આક્રમક તેવર અપનાવ્યા હતા. મનસુખ વસાવા દ્વારા ચૈતર વસાવાની જેલવાસની સ્થિતિને નાટક ગણાવા સામે પલટવાર કરતા પ્રવીણ રામે તેમને એક મહિનો જેલ જઈ આવવાનો પડકાર ફેંક્યો હતો. આ ઉપરાંત, પંચાયતના સભ્યોને ઉઠાવી જવાના મુદ્દે લોકશાહીની હત્યા થતી હોવાનો આક્ષેપ કરી જો તાકાત હોય તો ચેતર વસાવાને જામીન અપાવીને બતાવવા ભાજપને ખુલ્લો પડકાર આપ્યો હતો.







