મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: વડોદરામાં બ્રેડના પેકેટમાંથી મરેલો વંદો મળ્યો, ગ્રાહકોના સ્વાસ્થ્ય સામે ગંભીર સવાલો

સોર્સ: gstv

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલી એક દુકાનમાંથી ગ્રાહકે ખરીદેલા બ્રાન્ડેડ કંપનીના બ્રેડના પેકેટમાંથી મરેલો વંદો મળી આવતા સ્થાનિક ગ્રાહકોમાં ભારે ચકચાર મચી ગઈ છે. રોજિંદા વપરાશમાં લેવાતી ખાદ્યવસ્તુમાં આ પ્રકારની જીવાત અને ગંદકી જોવા મળતા લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થઈ રહ્યા હોવાની ગંભીર ચિંતા વ્યક્ત થઈ રહી છે. પેકિંગ અને વિતરણ કરતી કંપનીઓ દ્વારા યોગ્ય સ્વચ્છતા તથા ગુણવત્તા જાળવવામાં આવે છે કે નહીં તે અંગે હવે ગ્રાહકો દ્વારા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આ ગંભીર બાબતે તપાસ કરીને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાં માંગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો