મુખ્ય સામગ્રી પર જાઓ

Video: કલ્યાણપુરના રાજપરામાં ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા

સોર્સ: gstv

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના રાજપરા ગામે અચાનક ધોધમાર વરસાદ વરસ્યો... મુસળધાર વરસાદના કારણે ગામના ખેતરોમાં જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.

અતિભારે વરસાદને પગલે ખેતરો જળબંબાકાર થઈ જતાં ઊભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ચારેય તરફ પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતોનો મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. અચાનક આવેલી આ કુદરતી આફતના કારણે ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે અને તંત્ર દ્વારા તાત્કાલિક નુકસાનીનો સરવે કરી યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

આ સમાચાર શેર કરો