Video: અમદાવાદ શહેર પોલીસ દ્વારા સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે એકતા દોડ યોજાઈ

સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે અમદાવાદ શહેર પોલીસ દ્વારા 'રન ફોર યુનિટી'નું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે લીલી ઝંડી આપી દોડને પ્રસ્થાન કરાવ્યું હતું. આ દોડના માધ્યમથી રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને ભાઈચારાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સરદાર પટેલે દેશને એક તાંતણે બાંધવા આપેલા યોગદાનને યાદ કરી પોલીસકર્મીઓએ એકતાનો સંકલ્પ લીધો હતો. રાષ્ટ્રીય ગૌરવ અને એકતાની ભાવનાને ઉજાગર કરતા આ આયોજનમાં નાગરિકોમાં એકતાની ભાવના મજબૂત કરવાનો પ્રયાસ કરાયો હતો. 'તમારી સાથે, તમારી માટે'ના સંદેશ સાથે અમદાવાદ શહેર પોલીસે રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો હતો.







