મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની બેદરકારીના કારણે લાખો ગેલન પાણી રોડ પર વેડફાયું

સોર્સ: gstv

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની બેદરકારીના કારણે શહેરી વિસ્તારમાં લાખો ગેલન કિંમતી પાણીનો વેડફાટ થયો છે. શહેરમાં પાણી વિતરણની સિસ્ટમમાં ખામી સર્જાતાં મોટી માત્રામાં પાણી રોડ પર ફરી વળ્યું હતું. એક તરફ વરસાદની 40 ટકા ઘટ અને બીજી તરફ ગામડાંઓમાંથી માલઢોર સાથે પશુપાલકોની હિજરત વચ્ચે પાણીનો બગાડ થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પાણીના પ્રવાહને કારણે આસપાસની દુકાનો સુધી પાણી ભરાઈ ગયાં હતાં અને વેપારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પાણીની સમસ્યા વચ્ચે આ રીતે પાણીનો વેડફાટ થતાં આગામી દિવસોમાં શહેરીજનોને પાણીકાપનો સામનો કરવો પડે તેવી આશંકા સેવાઈ રહી છે.

આ સમાચાર શેર કરો