Video: વડોદરામાં અકસ્માત બાદ બે પક્ષો વચ્ચે મારામારીની ઘટના બની છે

વડોદરાના ગોત્રી જકાતનાકા પાસે આવેલા ઓશિયા મોલ નજીક અકસ્માત બાદ મારામારીની ઘટના સામે આવી છે. ટુ-વ્હીલર ચાલક દ્વારા અકસ્માત સર્જાયા બાદ બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. ટુ-વ્હીલર ચાલક નશાની હાલતમાં હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. ઘટનાને પગલે રસ્તા પર લોકોનાં ટોળાં એકત્રિત થઈ જતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સમગ્ર મામલો ગોત્રી પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મામલો ચર્ચામાં આવ્યો છે.
જાહેરાત








