મુખ્ય સામગ્રી પર જાઓ

Video: દીવડા ખરીદી બાળકોને આત્મનિર્ભર બનાવવાની પહેલ

સોર્સ: gstv

દિવાળી એટલે રોશની અને ખુશીઓનો પર્વ, ત્યારે ભરૂચની મનો દિવ્યાંગ બાળકોની કલરવ સ્કૂલના બાળકોએ પોતાની કળા અને મહેનતથી તહેવારને ખાસ બનાવ્યો છે. શાળામાં અભ્યાસ કરતા બાળકોએ સુંદર માટીના દીવડા અને ઘરની શોભા વધારતાં આર્ટિફિશિયલ તોરણ તૈયાર કર્યાં છે. સંસ્થાનાં સ્થાપક નીલાબેન મોદીના જણાવ્યા અનુસાર, બાળકો દ્વારા દર વર્ષે બનાવવામાં આવતી આ વસ્તુઓ શહેરની વિવિધ સંસ્થાઓ ખરીદે છે અને તેના વેચાણની સંપૂર્ણ રકમ બાળકોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટની બહેનોએ કલરવ સ્કૂલની મુલાકાત લઈને બાળકોને પ્રોત્સાહન આપવા તેમના બનાવેલા દીવડાઓની ખરીદી કરી હતી. સાથે જ ભરૂચના નગરજનોને પણ આ દિવાળીએ બાળકોના હાથે બનેલા દીવડાઓ ખરીદીને તેમને આત્મનિર્ભર બનવામાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે. આ પહેલ માત્ર ખરીદી નહીં, પરંતુ બાળકોની મહેનતને સન્માન અને તેમના આત્મવિશ્વાસને પ્રોત્સાહન આપવાનો સુંદર પ્રયાસ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત