Video: અમદાવાદમાં તેલનો યોગ્ય નિકાલ નહીં કરતા ચાર એકમો સીલ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેલનો યોગ્ય નિકાલ નહીં કરતા ચાર એકમો સામે કાર્યવાહી કરવામાં આવી છે. AMCના સંબંધિત વિભાગે તપાસ દરમિયાન નિયમોનું પાલન નહીં થતું હોવાનું સામે આવતા ચારેય એકમોને સીલ કર્યા છે. જેમાં દુધેશ્વર રોડ પર આવેલા સ્વસ્તિક ફુડ્સ અને તાવડીપુરાની મહેશ્વરી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આવેલી શ્યામ સુંદર ફુડ પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગાંધી રોડ પર જૂની પ્રતાપ સિનેમા પાસે આવેલા પ્રકાશકુમાર કનૈયાલાલ અને અમરતલાલ કુબેરદાસ નમકીનવાલા એકમને પણ સીલ કરવામાં આવ્યા છે. તેલના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહીં રાખતા આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. AMCની આ કાર્યવાહીથી નિયમોનું ઉલ્લંઘન કરતા અન્ય એકમોમાં પણ ફફડાટ ફેલાયો છે.







