Video: ઓનલાઈન ગેમનું દેવું, ગાંજાની હેરાફેરી

અમદાવાદમાં રામોલ પોલીસે 16.130 કિલો ગાંજાના જથ્થા સાથે ભાવિક મોરડીયાની ધરપકડ કરી છે. એક્સપ્રેસ હાઈવે ટોલનાકા પર વાહન ચેકિંગ દરમિયાન ટ્રોલી બેગ લઈને પસાર થઈ રહેલા ભાવિકની પોલીસે તપાસ કરતાં બે બેગમાંથી ગાંજો મળી આવ્યો હતો. પોલીસે અંદાજે 8 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઓનલાઈન ગેમમાં નાણાં હારી જતાં ભાવિક પર દેવું થઈ ગયું હતું, જેના કારણે તેણે મોરબીના પંકજ નામના પરિચિતના કહેવાથી ઓડિશાથી ગાંજો લાવવાનું નક્કી કર્યું હતું. આ એક ટ્રિપના બદલામાં તેને 50 હજાર રૂપિયા કમિશન મળવાનું હતું અને ગાંજો મોરબીના પંકજને પહોંચાડવાનો હતો. હાલ ભાવિકની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે સહઆરોપી પંકજને મોરબીથી લાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.







