મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: રાજકોટમાં આરોગ્ય વિભાગની ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ રોકવા સ્પેશિયલ ડ્રાઈવ

સોર્સ: gstv

દિવાળીના તહેવારને અનુલક્ષીને રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ રોકવા સ્પેશિયલ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. સર્વેલન્સ ચેકિંગ દરમિયાન આરોગ્ય ટીમે કુલ ૪૬ વેપારી પેઢીઓને ત્યાં તપાસ કરી હતી. આ કામગીરી દરમિયાન મળી આવેલ ૨૨ કિલો જેટલો અખાદ્ય, વાસી અને એક્સપાયર્ડ ખોરાકનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન અનહાઇજેનિક કન્ડિશન, લાઇસન્સ અને સ્ટોરેજના નિયમોના ભંગ બદલ ૫ પેઢીઓને કડક નોટિસ ફટકારવામાં આવી છે. આ સિવાય ફૂડ સેફ્ટી & સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ વિવિધ ડ્રાયફ્રૂટ, હોટલ, રેસ્ટોરન્ટ અને ફરસાણના વેપારીઓને ત્યાંથી ૧૨ નમૂના લઈ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. તહેવારોમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા વેપારીઓ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી ચાલુ રહેશે.

આ સમાચાર શેર કરો