મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: અમરેલીમાં અચાનક વાતાવરણમાં પલટો, અનેક ગામોમાં વીજળીના કડાકા સાથે વરસાદ

સોર્સ: gstv

અમરેલી જિલ્લામાં વીજળીના કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ થયો. બગસરા શહેરમાં વરસાદી છાંટા પડ્યા, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં વરસ્યાં. બગસરાના હડાળા, માવજીજવા, પીઠડીયા, ખારી અને ડેરી પીપરીયા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે. બીજી તરફ કુકાવાવ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી છાંટા પડ્યા છે, જ્યારે અમરેલીના લાપાળીયા ગામે વરસાદી ઝાપટું વરસ્યું. કમોસમી વરસાદને પગલે ખેતરોમાં તૈયાર થયેલા ખેતીપાકોને નુકસાન થવાની ભીતિથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.

આ સમાચાર શેર કરો