Video: ભાવનગરમાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા

ભાવનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. ગારીયાધાર તાલુકાના ખાખરીયા ગામે પાંચ વર્ષ પહેલાં આરોપી અશોકભાઈ ઉર્ફે ભોથીયો ધનજી રાઠોડે સગીરાને લલચાવી-ફોસલાવી અપહરણ કર્યું હતું અને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ કેસ ભાવનગરની એડિશનલ સેશન્સ જજ અને સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી રહ્યો હતો. સરકારી વકીલની દલીલો અને રજૂ કરાયેલા પુરાવાઓને ધ્યાને લઈ અદાલતે આરોપીને કસૂરવાર ઠેરવ્યો છે.







