Video: રાજકોટમાં રન ફોર યુનિટી બાદ મંત્રીએ ગાંઠિયા બનાવ્યા

રાજકોટમાં યોજાયેલા 'રન ફોર યુનિટી' કાર્યક્રમમાં રાષ્ટ્રીય એકતાના સંદેશ સાથે એક હળવા ફૂલ અને રંગીન દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ કાર્યક્રમમાં હાજરી આપીને ઉત્સાહ વધાર્યો હતો, પરંતુ આ કાર્યક્રમની સાથે જ તેમનો એક અલગ જ અંદાજ પણ સામે આવ્યો હતો. રન ફોર યુનિટી પૂર્ણ થયા બાદ મંત્રી જીતુભાઈ વાઘાણી સીધા જ ગાંઠિયા ખાવાની મોજ માણવા પહોંચી ગયા હતા. માત્ર ખાવાની જ નહીં પરંતુ તેમણે જાતે જ કઢાઈમાં ગાંઠિયા તળવા માટે પણ હાથ અજમાવ્યો હતો, જેના દ્રશ્યો ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. મંત્રીજીની આ અનોખી અદા સાથે જીતુભાઈની આ ખાસ મુલાકાતમાં તેમની સાથે ભાજપના સ્થાનિક ધારાસભ્યો, મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને સંગઠનના હોદ્દેદારોએ પણ હાજરી આપીને ગરમાગરમ ગાંઠિયાની મજા માણી હતી






